PRAYER 4 LYRICS ( MANDIR TAROO )
મંદિર તારું
મંદિર તારું વિશ્વરૂપાળું
સુંદર સરજનહારા રે
પળ પળ તારાં દર્શન થાયે
દેખે દેખણહારા રે
નહી પૂજારી નહી કોઇ દેવા
નહી મંદિરને તાળા રે
નીલ ગગનમાં મહિમા ગાતા
ચાંદો સૂરજ તારા રે
વર્ણન કરતાં શોભા તારી
થાક્યા કવિગણ સારા રે
મંદિરમાં તું ક્યાં છુપાયો
શોધે બાળ અધીરા રે
મંદિર તારું...
આ પ્રાર્થના ને IMAGE સ્વરૂપે સંગ્રહ(SAVE) કરવા માટે નીચે ક્લિક કરો.
Comments
Post a Comment