જીવજંતુ કરડ્યાં પછી એટલી જગ્યા લાલ કેમ થઇ જાય છે?
મધમાખી,કીડી,મચ્છર,માંકડ કે ચાંચડ જેવા જીવજંતુ
કરડે ત્યારે એટલો ભાગ તરત લાલ થઇ જાય છે.
એટલા માટે કે એ કરડેલા ભાગમાં જીવડાનું ઝેર
ફેલાયેલું હોય છે. લોહી પીને આ જીવજંતુઓ પોતાનું પેટ ભરે છે. આ જીવજંતુઓ પહેલાં તો
આપણા શારીરની ચામડીમાં જ્યાં લોહીની નળી સૌથી ઉપર હોય ત્યાં બેસીને કાણું પાડે છે.
પછી એ ભાગમાં પોતાનું ખાસ રસાયણ છોડે છે. એ રસાયણ લોહીમાં ભળતાં એ જંતુને પચવામાં
સહેલું બને છે. એ જંતુ લોહી ચૂસી લે એટલે એ રસાયણ પણ ચૂસાઇ જાય છે. જોકે, માંકડ,
મચ્છર જેવા જંતુઓ લોહી ચૂસ્યા વિના ઉડી જાય ત્યારે એ રસાયણ શરીરમાં જ રહી જાય. તે
આપણા માટે ઝેર જેવું હોય છે, પણ આપણા શરીરના કોષ એ રસાયણ સાથે લડીને તેનો નાશ કરે
છે. આમ, એ રસાયણ સાથે લડીને તેનો નાશ કરે છે. આમ, એ રસાયણ નષ્ટ ન પામે ત્યાં સુધી ચામડીનો
એટલો ભાગ લાલ થઇ જાય છે ને ત્યાં બળતરા થાય છે.
Comments
Post a Comment