PRAYER 5 LYRICS ( maitri bhavanu pavitra jaranu )
મૈત્રીભાવનું
પવિત્ર ઝરણું
મૈત્રીભાવનું
પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકલ
વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે
ગુણથી ભરેલા
ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણ
કમળમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે
દીન, ક્રૂર ને
ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ રહે,
કરુણાભીની
આંખોમાંથી, અશ્રુનો શુભ સ્ત્રોત વહે
માર્ગ ભૂલેલા જીવનપથિકને,
માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ
મારગની, તોયે સમતા ચિત ધરું
ચિત્રભાનું ની
ધર્મ ભાવના, હૈયે સહુ માનવ લાવે,
Comments
Post a Comment