ઉત્તરાયણ( મકરસંક્રાંતિ ) વિષય પર નિબંધ લખો.( write an essay on uttarayan) or ( Write an essay on Makarsankranti)
ઉત્તરાયણ ઉત્તરાયણ એ મારો પ્રિય તહેવાર છે. તે મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. આ તહેવાર ૧૪ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. સૂર્ય આ દિવસના રોજ મકર રાશિમાં પ્રવેશ કરે છે. તેથી તેને મકરસંક્રાંતિ કહે છે.ઉત્તરાયણએ પતંગોનો તહેવાર છે. આ દિવસ અગાઉથી જ્ બાળકો તેમજ તમામ આ તહેવારના ચાહકો પતંગ અને દોરાની ખરીદી કરે છે. પતંગ કાગળ અને વાંસની લાકડીના યોગ્ય જોડાણ દ્વારા બનાવવામાં આવે છે. તથા દોરીની પણ ખાસ પ્રકારની બનાવટ હોય છે. જેથી કે પતંગબાજોના પતંગ આકાશમાં વધુ સમય સુધી ટકી શકે. ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ઉડાવે છે. વિવિધ રંગોના પતંગો આકાશમાં ઉડે ત્યારે તે ખૂબ જ સરસ અને સુખદ લાગે છે. પતંગો ચગાવનાર એક પ્રકારના હરિફો હોય છે. જેમાં તેઓ એક બીજા પતંગ કાપી નાખવાનો પ્રયત્ન કરે છે. ઉત્તરાયણ માટે તલની ચિક્કી તેમજ સીંગની ચિક્કી ખાસ પ્રકારની મીઠાઈ છે. તે તલ અને મગફળીનું બનેલું છે. લોકો આ દિવસે હેપ્પી સંક્રાંતિના એકબીજાને શુભેચ્છા પાઠવે છે. મકરસંક્રાંતી એક લણણી તહેવાર છે. તે વસંતઋતુના આગમનને દર્શાવે છે. તે દરેક માટે આનંદનો દિવસ છે. આમ ઉત્તરાયણ એક અનોખો તહેવાર છે. જેથી તે બ...