Posts

Showing posts with the label પ્રાર્થના

PRAYER 6 LYRICS ( o karuna na karanara )

Image
ઓ કરુણાના કરનારા ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી મારા સંકટના હરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઇ પાર નથી હું અંતરમાં થઇ રાજી, ખેલ્યો છું અવળી બાજી અવળી ને સવળી કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી ઓ પરમ કૃપાળું વહાલા, મેં પીધા વિષના પ્યાલા વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી ભલે છોરું કછોરું થાય, તું માવિતર કહેવાય મીઠી છાયાને દેનારા, તારી કરુણાનો કોઇ પાર નથી મને જડતો નથી કીનારો, મારો ક્યાંથી આવે આરો સાચા મારગના દેનારા, તારી કરુણાનો કોઇ પાર નથી છે ભક્તનું જીવન ઉદાસી, તારા શરણે લે અવિનાશી ભક્તોના કષ્ટ હરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી… આ પ્રાર્થના ને   IMAGE  સ્વરૂપે સંગ્રહ(SAVE)  કરવા માટે નીચે ક્લિક કરો.      

PRAYER 5 LYRICS ( maitri bhavanu pavitra jaranu )

Image
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમળમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે દીન, ક્રૂર ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ રહે, કરુણાભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્ત્રોત વહે માર્ગ ભૂલેલા જીવનપથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું, કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત ધરું ચિત્રભાનું ની ધર્મ ભાવના, હૈયે સહુ માનવ લાવે, વેરઝેરના પાપ ત્યજીને, મંગળ ગીતો એ  ગાયે આ પ્રાર્થના ને   IMAGE  સ્વરૂપે સંગ્રહ(SAVE)  કરવા માટે નીચે ક્લિક કરો.  

PRAYER 4 LYRICS ( MANDIR TAROO )

Image
મંદિર તારું મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સરજનહારા રે પળ પળ તારાં દર્શન થાયે દેખે દેખણહારા રે નહી પૂજારી નહી કોઇ દેવા નહી મંદિરને તાળા રે નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે વર્ણન કરતાં શોભા તારી થાક્યા કવિગણ સારા રે મંદિરમાં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરા રે મંદિર તારું... આ પ્રાર્થના ને   IMAGE  સ્વરૂપે સંગ્રહ(SAVE)  કરવા માટે નીચે ક્લિક કરો.       

PRAYER 3 LYRICS ( JEEVAN ANJALI THAJO )

Image
જીવન અંજલી થાજો જીવન અંજલી થાજો, મારું જીવન અંજલી થાજો ભૂખ્યા કાજે ભોજન બનજો. તરસ્યાનું જલ થાજો દીન દુ:ખીયાના આંસૂ લ્હોતા અંતર કદી ન ધરાજો મારું જીવન અંજલી થાજો... સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉરના પાજો મારું જીવન અંજલી થાજો... વણ થાક્યા ચરણો મારા નીત તારી સમીપે થાજો હૈયાના પ્રત્યેક સ્પંધને તારું નામ રટાજો મારું જીવન અંજલી થાજો... વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો શ્રદ્ધા કેરો દિપક મારો નવ કદીએ હોલવાજો મારું જીવન અંજલી થાજો... આ પ્રાર્થના ને   IMAGE  સ્વરૂપે સંગ્રહ(SAVE)  કરવા માટે નીચે ક્લિક કરો.   

PRAYER 2 LYRICS ( TUM HI HO MAATA PITA TUM HI HO )

Image
  તુમ્હી હો માતા, પિતા તુમ્હી હો તુમ્હી હો માતા, પિતા તુમ્હી હો તુમ્હી હો બંધુ સખા તુમ્હી હો તુમ્હી હો સાથી, તુમ્હી સહારે કોઇ ન અપના સિવા તુમ્હારે તુમ્હી હો નૈયા તુમ્હી ખેવૈયા તુમ્હી હો બંધુ સખા તુમ્હી હો જો ખીલ શકે ના વો ફૂલ હમ હૈ તુમ્હારે ચરણો કી ધૂલ હમ હૈ દયા કી દ્રષ્ટિ સદા હી રખના તુમ્હી હો બંધુ સખા તુમ્હી હો તુમ્હી હો માતા, પિતા તુમ્હી હો તુમ્હી હો બંધુ સખા તુમ્હી હો આ પ્રાર્થના ને   IMAGE  સ્વરૂપે સંગ્રહ(SAVE)  કરવા માટે નીચે ક્લિક કરો.   

PRAYER 1 LYRICS ( SARVA DHARMA PRARTHANA )

Image
ૐ તત્ સત્  શ્રી નારાયણ તુ ૐ તત્ સત્  શ્રી નારાયણ તુ પુરુષોત્તમ ગુરુ તુ સિદ્ધ બુદ્ધ તુ સ્કંદ વિનાયક સવિતા પાવક તુ બ્રહ્મ મધ્ય તુ યહોવ શક્તિ તુ ઈસુ પિતા પ્રભુ તુ રુદ્ર વિષ્ણુ તુ રામકૃષ્ણ તુ રહિમ તાઓ તુ વાસુદેવ તુ વિશ્વ રૂપ તુ ચિદાનંદ હરિ તુ અદ્વિતીય તુ અકાલ નિર્ભય આત્મ લિંગ શિવ તુ આ પ્રાર્થના ને   IMAGE  સ્વરૂપે સંગ્રહ(SAVE)  કરવા માટે નીચે ક્લિક કરો.