PRAYER 6 LYRICS ( o karuna na karanara )



ઓ કરુણાના કરનારા

ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી

મારા સંકટના હરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી

મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા

મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઇ પાર નથી

હું અંતરમાં થઇ રાજી, ખેલ્યો છું અવળી બાજી

અવળી ને સવળી કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી

ઓ પરમ કૃપાળું વહાલા, મેં પીધા વિષના પ્યાલા

વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી

ભલે છોરું કછોરું થાય, તું માવિતર કહેવાય

મીઠી છાયાને દેનારા, તારી કરુણાનો કોઇ પાર નથી

મને જડતો નથી કીનારો, મારો ક્યાંથી આવે આરો

સાચા મારગના દેનારા, તારી કરુણાનો કોઇ પાર નથી

છે ભક્તનું જીવન ઉદાસી, તારા શરણે લે અવિનાશી

ભક્તોના કષ્ટ હરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી…

આ પ્રાર્થના ને  IMAGE સ્વરૂપે સંગ્રહ(SAVE)  કરવા માટે નીચે ક્લિક કરો.    

https://drive.google.com/open?id=0B6yDc65B3Y4waTdKMlpBcFRvLWM

Comments

Popular posts from this blog

C.L.Report (casual leave ( raja ) report ) ( કેજ્યુઅલ્ રજા રીપોર્ટ, મરજીયાત રજા રીપોર્ટ) in gujarati

ઉત્તરાયણ( મકરસંક્રાંતિ ) વિષય પર નિબંધ લખો.( write an essay on uttarayan) or ( Write an essay on Makarsankranti)

Manushya tu bada mahan hai lyrics in gujarati