Posts

Showing posts with the label જાણવા જેવું

તારાઓ કેમ ખરે છે?

Image
           ઘણા લોકોને આ સવાલ થતો હોય છે   કે આખરે આકાશમાંથી તારા કેવી રીતે ખરતાં હશે? એનું કારણ શું હોઇ શકે? તો મિત્રો તારા તો આપણાથી અબજો કિલોમીટર દૂર આવેલા છે. હકીકત જોવા જઇએ તો તારા તૂટતાં નથી. આપણે જેને ખરતાં તારા કહીએ છીએ તે તો અસલ તારાઓ કરતા નજીક અને મૂળ તો તે ઉલ્કાઓ જ હોય છે. વિશાળ સૂર્યમંડળમાં અસંખ્ય ઉલ્કાઓનો જમાવડો હોય છે.          આ ઉલ્કાઓ સૂર્યની આસપાસ ઘૂમ્યા કરે છે. જો કોઇ ઉલ્કા પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થાય ત્યારે તે ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી તરફ ખેંચાય છે.          આરીતે તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે એ વખતે ઘર્ષણથી તપી જઇને પ્રકાશિત થાય છે.         ખાસ કરીને એવું બને છે કે ધરતી ઉપર પહોચતાં પહેલાં જ તે બળીને રાખ થઇ જાય છે કે પછી મોટા વિસ્ફોટ સાથે ફાટી જાય છે. આ સળગી ઉલ્કા પૃથ્વી તરફ ખેચાય ત્યારે તીવ્ર પ્રકાશની એક રેખા બનાવે છે. આ કારણે જ આપણને લાગે છે કે જાણે તારો તૂટ્યો હોય. ...

આપણે નદીના જળમાં ચલણી સિક્કા કેમ પધરાવીએ છીએ?

Image
         સામાન્ય લોકો એવું માને છે કે નદીના જળમાં સિક્કાઓ   પધરાવવાથી ભાગ્યોદય થાય કે સોભાગ્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ   તે પાછળનું વૈજ્ઞાનિક કારણ એવું છે કે પ્રાચિન સમયમાં જે ચલણી સિક્કાઓ હતા તે મોટા ભાગે ત્રાંબાના જ રહેતા હતા. આજના સમયની જેમ ત્યારે લોખંડના સિક્કાનું ચલણ જ ન હતું. આ ત્રાંબું શરીર માટે અત્યંત ફાયદાકારક છે. લોકો પ્રવાસમાં નીકળે ત્યારે વચ્ચે આવતી નદીઓમાં પોતાની શક્તિ મુજબ બે- ચાર કે વધારે સિક્કા પધરાવતા જાય છે. આ રીતે આપણા વડવાઓએ આયોજન પૂર્વક પ્રજાનું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરી આપ્યું હતું. કારણ કે તે વખતે મોટા ભાગના લોકો પી વાના પાણી તરીકે નદીના જળનો જ ઉપયોગ કરતા હતા.

આપણે પીપળાના ઝાડની પુજા શા માટે કરીએ છીએ?

Image
                           સામાન્ય માનવી માટે પીપળાના ઝાડનું કોઇ જ મહત્વ નથી, પીપળાના ઝાડની માનવી ને શી જરૂર? હા, તે છાંયો જરૂર આપી શકે. પીપળાને સ્વાદિષ્ટ ફળો નથી આવતા, તેનું લાકડું ફર્નીચર બનાવી શકાય તેવું મજબૂત પણ નથી હોતુ, તો પછી પીપળાની પુજા શા માટે? આપણા વડવાઓએ હજારો વર્ષે પહેલા એ જાણી લીધું હતું કે પીપળો, એ આ પૃથ્વી પરનું એક માત્ર એવું વૃક્ષ છે કે જે રાત્રે પણ એક્સિજન વાયુંનું ઉત્સર્જન  કરે છે આમ આ પૃથ્વી પરના સહુથી અનન્ય એવા વૃક્ષને બચાવી લઇ પર્યાવરણને સંતુલીત બનાવવા આપણા વડવાઓએ પીપળાની પુજા કરવાનું આપણને શીખવ્યું હતું.

પેટ્રોલ અને ડીઝલ વચ્ચેનો ભેદ શો છે?

Image
                               વાહનોમાં વપરાતાં પેટ્રોલ અને ડીઝલ બંને ખનિજતેલમાંથી બને છે, અને છતાંય તેમાં ફરક છે. પેટ્રોલમાં થોડી પણ ચીકાસ નથી હોતી. એટલે કે પેટ્રોલ હાઇડ્રોકાર્બનનું પ્રવાહી છે. એની સામે ડીઝલ ચીકાશવાળું હોય છે. કોઇ ખુલ્લા વાસણમાં ડીઝલ હોય તો તેની વરાળ થતી નથી. એની સામે પેટ્રોલ ખુલ્લા વાસણમાં રાખવામાં આવે તો થોડી વારમાં વરાળ બનીને ઊડી જાય. પેટ્રોલની સરખામણીએ ડીઝલ ઝડપથી નથી સળગતું. બીજું કે ડીઝલમાં તેલનો ભાગ વધારે હોવાથી ધુમાડો વધારે થાય, જ્યારે પેટ્રોલમાં તેલનો ભાગ નહીં જેવો હોવાથી સળગે ત્યારે ધુમાડો ઓછો થાય છે. ખનિજતેલમાંથી પેટ્રોલ બનાવવા માટે ડીઝલ કરતાં વધારે પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ કારણસર ડીઝલ કરતાં પેટ્રોલ મોંઘું છે.