તારાઓ કેમ ખરે છે?



           ઘણા લોકોને આ સવાલ થતો હોય છે  કે આખરે આકાશમાંથી તારા કેવી રીતે ખરતાં હશે? એનું કારણ શું હોઇ શકે? તો મિત્રો તારા તો આપણાથી અબજો કિલોમીટર દૂર આવેલા છે. હકીકત જોવા જઇએ તો તારા તૂટતાં નથી. આપણે જેને ખરતાં તારા કહીએ છીએ તે તો અસલ તારાઓ કરતા નજીક અને મૂળ તો તે ઉલ્કાઓ જ હોય છે. વિશાળ સૂર્યમંડળમાં અસંખ્ય ઉલ્કાઓનો જમાવડો હોય છે.
         આ ઉલ્કાઓ સૂર્યની આસપાસ ઘૂમ્યા કરે છે. જો કોઇ ઉલ્કા પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થાય ત્યારે તે ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી તરફ ખેંચાય છે.
         આરીતે તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે એ વખતે ઘર્ષણથી તપી જઇને પ્રકાશિત થાય છે.
        ખાસ કરીને એવું બને છે કે ધરતી ઉપર પહોચતાં પહેલાં જ તે બળીને રાખ થઇ જાય છે કે પછી મોટા વિસ્ફોટ સાથે ફાટી જાય છે. આ સળગી ઉલ્કા પૃથ્વી તરફ ખેચાય ત્યારે તીવ્ર પ્રકાશની એક રેખા બનાવે છે. આ કારણે જ આપણને લાગે છે કે જાણે તારો તૂટ્યો હોય.
       
        વિશાળ ઉલ્કા પૃથ્વીથી આશરે ૧૨૮ કિ.મી. દૂર હોય ત્યારે જ આપણે તેને જોઇ શકીએ છીએ, પણ પૃથ્વીથી ૮૦ કિ.મી. દૂરના અંતરે આવતા સુધીમાં તો તે ઉલ્કાઓ આકાશમાં ઝૂંડ બનાવીને નિશ્ચિતકક્ષામાં સૂર્યની ચારેકોર ફરતી હોય  એ સમયે પૃથ્વી ઉલ્કાઓનાં આવા ઝૂંડ પાસેથી પસાર થાય ત્યારે અસંખ્ય ઉલ્કાઓ ગુરુત્વાકર્ષણથી આપણા વાયુંમંડળમાં ખેચાઇ આવે છે. એ સમયે ઉલ્કાવર્ષા કે ઉલ્કાપતનું દ્ર્શ્ય જોવા મળે છે. સંપૂર્ણ સળગવામાં નિષ્ફળ પામેલ ઉલ્કાનો અવશેષ પૃથ્વી પર પડે છે. જેને ઉલ્કાશીલા કહે છે.

Comments

Post a Comment

Popular posts from this blog

C.L.Report (casual leave ( raja ) report ) ( કેજ્યુઅલ્ રજા રીપોર્ટ, મરજીયાત રજા રીપોર્ટ) in gujarati

ઉત્તરાયણ( મકરસંક્રાંતિ ) વિષય પર નિબંધ લખો.( write an essay on uttarayan) or ( Write an essay on Makarsankranti)

Manushya tu bada mahan hai lyrics in gujarati