પેટ્રોલ અને ડીઝલ વચ્ચેનો ભેદ શો છે?
વાહનોમાં વપરાતાં પેટ્રોલ અને ડીઝલ બંને
ખનિજતેલમાંથી બને છે, અને છતાંય તેમાં ફરક છે. પેટ્રોલમાં થોડી પણ ચીકાસ નથી હોતી.
એટલે કે પેટ્રોલ હાઇડ્રોકાર્બનનું પ્રવાહી છે. એની સામે ડીઝલ ચીકાશવાળું હોય છે. કોઇ
ખુલ્લા વાસણમાં ડીઝલ હોય તો તેની વરાળ થતી નથી. એની સામે પેટ્રોલ ખુલ્લા વાસણમાં
રાખવામાં આવે તો થોડી વારમાં વરાળ બનીને ઊડી જાય. પેટ્રોલની સરખામણીએ ડીઝલ ઝડપથી
નથી સળગતું. બીજું કે ડીઝલમાં તેલનો ભાગ વધારે હોવાથી ધુમાડો વધારે થાય, જ્યારે
પેટ્રોલમાં તેલનો ભાગ નહીં જેવો હોવાથી સળગે ત્યારે ધુમાડો ઓછો થાય છે.
ખનિજતેલમાંથી પેટ્રોલ બનાવવા માટે ડીઝલ કરતાં વધારે પ્રક્રિયામાંથી પસાર થવું પડે
છે. આ કારણસર ડીઝલ કરતાં પેટ્રોલ મોંઘું છે.
Comments
Post a Comment