Posts

પેટ્રોલ અને ડીઝલ વચ્ચેનો ભેદ શો છે?

Image
                               વાહનોમાં વપરાતાં પેટ્રોલ અને ડીઝલ બંને ખનિજતેલમાંથી બને છે, અને છતાંય તેમાં ફરક છે. પેટ્રોલમાં થોડી પણ ચીકાસ નથી હોતી. એટલે કે પેટ્રોલ હાઇડ્રોકાર્બનનું પ્રવાહી છે. એની સામે ડીઝલ ચીકાશવાળું હોય છે. કોઇ ખુલ્લા વાસણમાં ડીઝલ હોય તો તેની વરાળ થતી નથી. એની સામે પેટ્રોલ ખુલ્લા વાસણમાં રાખવામાં આવે તો થોડી વારમાં વરાળ બનીને ઊડી જાય. પેટ્રોલની સરખામણીએ ડીઝલ ઝડપથી નથી સળગતું. બીજું કે ડીઝલમાં તેલનો ભાગ વધારે હોવાથી ધુમાડો વધારે થાય, જ્યારે પેટ્રોલમાં તેલનો ભાગ નહીં જેવો હોવાથી સળગે ત્યારે ધુમાડો ઓછો થાય છે. ખનિજતેલમાંથી પેટ્રોલ બનાવવા માટે ડીઝલ કરતાં વધારે પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ કારણસર ડીઝલ કરતાં પેટ્રોલ મોંઘું છે.

જીવજંતુ કરડ્યાં પછી એટલી જગ્યા લાલ કેમ થઇ જાય છે?

Image
                મધમાખી,કીડી,મચ્છર,માંકડ કે ચાંચડ જેવા જીવજંતુ કરડે ત્યારે એટલો ભાગ તરત લાલ થઇ જાય છે.  એટલા માટે કે એ કરડેલા ભાગમાં જીવડાનું ઝેર ફેલાયેલું હોય છે. લોહી પીને આ જીવજંતુઓ પોતાનું પેટ ભરે છે. આ જીવજંતુઓ પહેલાં તો આપણા શારીરની ચામડીમાં જ્યાં લોહીની નળી સૌથી ઉપર હોય ત્યાં બેસીને કાણું પાડે છે. પછી એ ભાગમાં પોતાનું ખાસ રસાયણ છોડે છે. એ રસાયણ લોહીમાં ભળતાં એ જંતુને પચવામાં સહેલું બને છે. એ જંતુ લોહી ચૂસી લે એટલે એ રસાયણ પણ ચૂસાઇ જાય છે. જોકે, માંકડ, મચ્છર જેવા જંતુઓ લોહી ચૂસ્યા વિના ઉડી જાય ત્યારે એ રસાયણ શરીરમાં જ રહી જાય. તે આપણા માટે ઝેર જેવું હોય છે, પણ આપણા શરીરના કોષ એ રસાયણ સાથે લડીને તેનો નાશ કરે છે. આમ, એ રસાયણ સાથે લડીને તેનો નાશ કરે છે. આમ, એ રસાયણ નષ્ટ ન પામે ત્યાં સુધી ચામડીનો એટલો ભાગ લાલ થઇ જાય છે ને ત્યાં બળતરા થાય છે.

EXAM SUPERVISION AYOJAN ( FOR 1 TO 8 SCHOOL )

Image
              અહીં પરીક્ષાના સુપરવિઝન કાર્ય માં લાગુ પડતા તમામ પત્રકો આપેલ છે. જે ૧ થી ૫ તેમજ ૧ થી ૮ ની તમામ   પ્રાથમિક શાળાઓ      માટે ઉપયોગી છે. તમારી શાળામાં લાગુ પડતા પત્રકોની ઝેરોક્ષ કરાવી પરીક્ષા કાર્યક્રમમાં ઉપયોગ માં લઇ શકાશે.      અહી દરેક શાળામાં લાગુ પડતા પત્રકો   pdf    સ્વરૂપે હોવાથી  તમારી શાળાને લાગુ પડતા પત્રકોની જ ઝેરોક્ષ કરાવાની રહેશે.

Abhinay geet 11 lyrics ( mari mammy e aaj mane maryu )

Image
મારી મમ્મીએ આજ મને માર્યુ મારી મમ્મીએ આજ મને માર્યુ મમ્મી સાથે નહિ બોલુ નહિ બોલુ કપડા ધોવાની પાણી ભરેલી ડોલ અમથી અમથી ઢોળી નાખી મને ધોકે ધોકે ધોઇ નાખી  મમ્મી સાથે નહિ બોલુ નહિ બોલુ મમ્મી ની નકામી સાડી ફાડીને મે તો ઢિંગલીના પોપયા કીધા પપ્પા સંગાથે જાવુ બજારમાં એવી તે હઠ મેં લીધી મને બાથરૂમમાં પુરી દીધી  મમ્મી સાથે નહિ બોલુ નહિ બોલુ રોઇ રોઇને મારી પાડી આખલડી  ઘરના ખૂણે જઇ બેસી મને ખોળા માં લઇ ને દબોચી મમ્મી સાથે ઝટ બોલું ઝટ બોલું આ અભિનય ગીતને IMAGE  સ્વરૂપે સંગ્રહ ( SAVE)  કરવા માટે નીચે ક્લિક કરો.

PRAYER 5 LYRICS ( maitri bhavanu pavitra jaranu )

Image
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમળમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે દીન, ક્રૂર ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ રહે, કરુણાભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્ત્રોત વહે માર્ગ ભૂલેલા જીવનપથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું, કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત ધરું ચિત્રભાનું ની ધર્મ ભાવના, હૈયે સહુ માનવ લાવે, વેરઝેરના પાપ ત્યજીને, મંગળ ગીતો એ  ગાયે આ પ્રાર્થના ને   IMAGE  સ્વરૂપે સંગ્રહ(SAVE)  કરવા માટે નીચે ક્લિક કરો.  

PRAYER 4 LYRICS ( MANDIR TAROO )

Image
મંદિર તારું મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સરજનહારા રે પળ પળ તારાં દર્શન થાયે દેખે દેખણહારા રે નહી પૂજારી નહી કોઇ દેવા નહી મંદિરને તાળા રે નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે વર્ણન કરતાં શોભા તારી થાક્યા કવિગણ સારા રે મંદિરમાં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરા રે મંદિર તારું... આ પ્રાર્થના ને   IMAGE  સ્વરૂપે સંગ્રહ(SAVE)  કરવા માટે નીચે ક્લિક કરો.       

PRAYER 3 LYRICS ( JEEVAN ANJALI THAJO )

Image
જીવન અંજલી થાજો જીવન અંજલી થાજો, મારું જીવન અંજલી થાજો ભૂખ્યા કાજે ભોજન બનજો. તરસ્યાનું જલ થાજો દીન દુ:ખીયાના આંસૂ લ્હોતા અંતર કદી ન ધરાજો મારું જીવન અંજલી થાજો... સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉરના પાજો મારું જીવન અંજલી થાજો... વણ થાક્યા ચરણો મારા નીત તારી સમીપે થાજો હૈયાના પ્રત્યેક સ્પંધને તારું નામ રટાજો મારું જીવન અંજલી થાજો... વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો શ્રદ્ધા કેરો દિપક મારો નવ કદીએ હોલવાજો મારું જીવન અંજલી થાજો... આ પ્રાર્થના ને   IMAGE  સ્વરૂપે સંગ્રહ(SAVE)  કરવા માટે નીચે ક્લિક કરો.